કરજણ નવા બજાર અને જુના બજારને જોડતો રેલવે ઓવરબ્રિજ આવેલ છે. જે કરજણ નેશનલ હાઈવે પરથી આમોદ, જંબુસર અને દહેજ તરફ્ વાહનોની અવરજવરથી 24 કલાક ધમધમતો રોડ છે.


જે જૂના રેલવે બ્રિજની હાલત જર્જરિત થતાં જિલ્લા કલેકટરના આદેશથી ભારદારી વાહનો માટે બંધ કરાયો છે. બ્રિજના બંને સાઈડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કરજણ ને.હા.થી આમોદ, જંબુસર, દહેજ જવા માટે અને કરજણ જુના બજાર અને નવા બજારને જોડતો જુનો રેલવે ઓવરબ્રીજ 1992માં બનેલ હતો. જે બ્રિજ જુના બજાર અને નવાબજાર માટે આર્શીવાદરૂપ છે. બ્રિજ નીચે રેલવે અને કરજણ નવા બજાર માં પ્રવેશવા માટે અસંખ્ય વાહનચાલકો અને રાહદારીઓની અવાર-જવર રહે છે. અને આમોદ, જંબુસર, દહેજ તરફ્ જતા વાહનો પણ 24 કલાક બ્રિજ ઉપરથી ધમધમતા હોય છે. જે જૂનો રેલવે ઓવરબ્રિજનો એક ભાગ 2004માં તૂટી ગયેલ હતો. જેનું રીપેરીંગ કરીને ફ્રીથી બ્રિજ ધમધમતો થયો હતો.


  • Follow us on: