એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શૂલપાણેશ્વર નર્મદા ઘાટ ખાતે યોજાયેલી મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે નર્મદા મૈયાની આરતી ઉતારી હતી. ઘાટના અપગ્રેડેશન અને સૌંદર્યીકરણથી સ્થળને નવો આકર્ષક દેખાવ મળ્યો છે.
રૂ.15.10 કરોડના ખર્ચે ઘાટનું અપગ્રેડેશન
શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું રૂ.15.10 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ઘાટને વધુ સુંદર અને સુવિધાજનક બનાવવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
