ખંભાત શહેરમાં 3 લાખના લાંચ માંગવાના કેસમાં PSI પી.ડી. રાઠોડને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. લાંચ પ્રકરણમાં સંડોવાયેલા PSI પી. ડી.રાઠોડના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભાગેડુ PSI 45 દિવસ બાદ પોલીસ મથકે હાજર થયા હતા. નડીઆદ ACB એ ધરપકડ કરી રિમાન્ડ અર્થે ખંભાતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. ACB પોલીસે PSIના 4 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. 19 મુદ્દા સાથે પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરાઈ હતી.


ખંભાત ગૌમાંસના કેસ

ખંભાતમાં 27 જુલાઈના ગૌમાંસના કેસમાં આરોપી ન બતાવવા અને વરઘોડો ન કાઢવાના બદલામાં PSIએ આરોપી પાસેથી લાંચની માગ કરી હતી. અંતે રકઝક પછી 3 લાખ લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી. જો કે આરોપીએ લાંચ ન આપવા માંગત હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACBએ છટકું ગોઠવી પીએસઆઈના વચેટીયાને લાંચ કેસમાં ઝડપી લીધો હતો.

PSI પી. ડી.રાઠોડના 2 દિવસના રિમાન્ડ મંજૂર 

આ કેસમાં PSIએ જામીન મૂક્યા હતા. કોર્ટે જામીન ફગાવ્યા બાદ આગોતરા હાઈકોર્ટમાં જામની મુક્યા હતા.ભાગેડુ PSI 45 દિવસ બાદ પોલીસ મથકે હાજર થયા હતા. નડીઆદ ACB એ ધરપકડ કરી રિમાન્ડ અર્થે ખંભાતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. . ACB પોલીસે PSIના 4 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. 19 મુદ્દા સાથે પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરાઈ હતી.


  • Follow us on: