આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. બ્રિજ તૂટતા ટ્રક અને ટેન્કર નદીમાં ખાબક્યાં છે.વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો. બ્રિજ તૂટતાં આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. આ ઘટનામાં ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે અને બે લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામા મુખ્યમંત્રીને જાણ કરાઈ હતી. સમગ્ર ઘટના અંગે તેમણે માહિતી મેળવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને ઘટનાની જાણ કરી હતી.


[[$googlead]]

બ્રિજ દુર્ઘટનામાં બે લોકોના મોત

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાંછે. વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો. સમગ્ર ઘટનામાં 4 લોકો નદીમાં ખાબક્યાની આશંકા સેવાઈ રહી છે.પાદરા પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તરવૈયા અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી ચાલુ કરાઈ છે. 1981માં બ્રિજનું નિર્માણ કરાયું હતું અને 1985માં બ્રિજને ખુલ્લો મુકાયો હતો. NDRFની એક ટીમ રેસક્યુ માટે રવાના થઈ છે. રાહત બચાવ કાર્ય શરૂ કરાયું છે.

[[$alsoread]]

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો પાદરાનો બ્રિજ તૂટી પડ્યો

આજે સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. બ્રિજ તૂટતા એક ટ્રક અને ટેન્કર સહિત એક મહિલા પણ નદીમાં ખાબક્યા હતાં. આણંદ જિલ્લાને વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ વચ્ચેથી જ તૂટી પડ્યો હતો. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો.તંત્ર દ્વારા માત્ર આ બ્રિજનું સમારકામ જ કરવામાં આવતું હતું. આ બ્રિજ તૂટી પડતાં આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. બ્રિજ તૂટતાં કેટલાક વાહનો નદીમાં ખાબક્યા છે. આજે વહેલી સવારે બ્રિજ વચ્ચેના ભાગથી જ તૂટી પડ્યો હતો. 

  • Follow us on: