ખેડાના ભાજપના સાંસદ દેવુસિંહે બ્રાહ્મણ સમાજ સામે આપેલા એક નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ગીતા અને વેદ સહિત કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે તેવું કહી રહ્યાં છે. તેમના આ નિવેદન સામે સોશિયલ મીડિયામાં નારાજગી વ્યાપી હતી. લોકોએ આડકતરી રીતે બ્રાહ્મણ સમાજને ટાર્ગેટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં પણ રોષ ફેલાયો છે.


[[$googlead]]

હિન્દુઓએ ચૂંટ્યા એટલે હવે વાણી વિલાસ કરો એ ના ચાલે

બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે કહ્યું હતું કે, ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે કર્મકાંડ, પૂજા, વેદ અને સનાતન ધર્મ અંગે વાણી વિલાસ કર્યો છે. તેઓ સનાતન ધર્મના નામે ચૂંટાઈને આવ્યા એ ભૂલી ગયા છે. હિન્દુઓએ ચૂંટ્યા એટલે હવે વાણી વિલાસ કરો એ ના ચાલે. બ્રાહમણને કર્મકાંડ કરતાં પણ આવડે છે અને તર્પણ કરતાં પણ આવડે છે. દેવુસિંહ ચૌહાણે બ્રહ્મ સમાજની માફી માગવી જોઈએ. તેઓ કર્મકાંડીઓ વિશે ખાલી આ સમગ્ર સનાતન ધર્મ, કર્મકાંડ, પૂજા અને વેદ વિશેનો વાણીવિલાસ છે. સનાતન ધર્મના વિરોધી પણ આવો વાણીવિલાસ ન કરે તેવો તેમણે કર્યો છે. એક તરફ ભાજપના નેતાઓ હિન્દુત્વની વાતો કરે અને બીજી તરફ આવો વાણી વિલાસ થાય છે. હજુ પણ તક છે સમજી જાઓ અને માફી માંગી લો.

[[$alsoread]]

માફી નહીં માંગે તો ફરિયાદ કરાશે

બ્રહ્મ સમાજના અધ્યક્ષ અશ્વિન ત્રિવેદીએ દેવુસિંહ ચૌહાણના નિવેદન સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સાંસદે દેવુસિંહ ચૌહાણે 70 લાખ ભૂદેવોની લાગણીને ઠેસ પહોંચાડી છે. ગીતા, વેદ પુરાણો સનાતન ધર્મના પાયાના ધાર્મિક ગ્રંથો છે. આ ગ્રંથોને અંધશ્રદ્ધામાં ગણીને સાંસદે ભૂદેવો અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તેઓ તાત્કાલિક હિન્દુ સમાજની માફી માંગે. માફી નહીં માંગે તો ફરિયાદ કરાશે.


  • Follow us on: