ખેડા મહેમદાવાદ રોડ પર રવિવારે સવારના સમયે પટેલવાડી પાસે આવેલા વીજ પોલને ટકકર મારતા નગરમાં એક કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો. એક કલાકના સમયગાળા બાદ વીજ પોલના વાયરોની મરામત થતાં વીજ પુરવઠો રાબેતા મુજબ થયો હતો.
આ અંગે મળેલ માહીતી મુજબ રવિવારે સવારના સમયે ખેડા મહેમદાવાદ રોડ પર મહેમદાવાદ તરફથી આવતી ટ્રકે પટેલવાડી પાસેના વીજ પોલને ટકકર મારતા વીજ પોલ તુટયો હતો.વીજ પોલ તુટતા તેના વાયરો પોલથી જમીન પડેલા જોવા મળતા હતા. બનાવને પગલે એેક તરફનો રસ્તો સંર્પૂણ બંધ કરાયો હોવાને લઈને 1 કિલોમીટરની લાંબી લાઈનો રસ્તા પર વાહનોની જોવા મળતી હતી. પટેલવાડી પાસેના વીજ પોલને ટ્રકે ટકકર મારી હોવાના બનાવને પગલે વીજ કચેરીના કર્મચારીઓ દોડી આવ્યા હતા.વીજ પોલ પરના તુટેલા વીજ વાયરોનુ જોડાણ કરીને વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાયો હતો.વીજ પોલને ટ્રકે ટકકર મારતા સ્થાનીકો સ્થળ પર દોડી આવ્યા હતા.










