ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી શહેરના હાર્દ સમા અને ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા સંતરામ મંદિર રોડ સહિતના માર્ગો પર દિવસ - રાત રખડતા પશુઓનો અડિંગો રહેતો હોય વાહન ચાલકો માટે જ નહીં રાહદારીઓ માટે જોખમી સ્થિતિ સર્જાતી હોય છે. તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર મૂક દર્શન બનીને તમાશો નિહાળતું હોય શહેરીજનોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. શહેરના સંતરામ રોડ, એસટી બસ સ્ટેશન, મિશન રોડ, મિલ રોડ, રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના માર્ગો પર રખડતા પશુઓ વિહરતા હોય વાહનચાલકો અને રાહદારીઓને ભારે સાવચેતી સાથે પસાર થવુ પડતુ હોય છે. તેમજ ક્યારેક રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે મનપા તેમજ પોલીસ દ્વારા સદર સમસ્યા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









