ખેડા તાલુકાની 9 તેમજ માતર તાલુકાની 12 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અંતર્ગત રવિવારે સવારે 7 કલાકેથી મતદાન હાથ ધરાયું હતું. મતદાનમાં યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોએ પણ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જ્યારે ચૂંટણી અધિકારી ખેડા મામલતદારે તાલુકામાં મતદાન શરુ થતાની સાથે જ ચૂંટણીમાં સમાવિષ્ટ ગામોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. ખેડા અને માતર તાલુકામાં નમતી બપોર સુધીમાં શાંતિપુર્ણ રીતે મતદાન થવા પામ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. ખેડા તાલુકામાં બપોર સુધીમાં 9 ગ્રામ પંચાયતોમાં 4933 પુરુષ મતદારો અને 4403 સ્ત્રી મતદારો થઈને કુલ 9336 મતદારોએ મતદાન કરતા 46.48 ટકા મતદાન થયુ હતુ. જયારે માતર તાલુકામાં 12 ગ્રામ પંચાયતોમાં 9462 પુરુષ અને 7031 સ્ત્રી મતદારો થઈને કુલ 16,493 મતદારોએ મતદાન કરતા 40.58 ટકા મતદાન થવા પામ્યુ હતુ.



  • Follow us on: