અષાઢ માસની અમાસથી શરૂ થતાં દશા માતાનુ વ્રત દસ દિવસ ચાલતુ હોય છે. દસ દિવસ માતાની પુજા અર્ચન કરવામાં માઈભકતો તલ્લીન બની જાય છે.રવિવારે વહેલી સવારે ઠેરઠેર નદી,તળાવોમાં માતાનુ મૂર્તિનુ વિસર્જન કરાયુ હતુ.જોકે આ લખાય છે.ત્યાં સુઘી જિલ્લામાં દશા માતાના વિસર્જનમાં કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો નથી. અષાઢ માસની અમાસથી શરૂ થયેલા મા દશા માતાનુ વ્રત દસ દિવસ સુઘી ચાલતુ હોઈ માઈભકતો માતાની ભકિતમાં તલ્લીન બની જાય છે. દસ દિવસની માતાની ભકિત બાદ શનીવારે રાત્રીના જાગરણ બાદ રવિવારે વહેલી સવારના સમયે માતાજી મુર્તિની આરતી, પુજા અર્ચન કર્યા બાદ મૂર્તિનુ નદી, તળાવમાં વિસર્જન કરાયુ હતુ. જેને લઈને સ્થાનીક તંત્રએ આ અંગે વ્યવસ્થા કરી હતી. જ્યારે યાત્રાધામ ડાકોરમાં પણ નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો મુર્તિઓનું વિસર્જન કરવા વાજતેગાજતે ઉમટયા હતા. તેમજ શ્રાવણ માસના બીજા રવિવારે પણ ભાવિકો શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે મોટીસંખ્યામાં ઉમટતા યાત્રાધામમાં સમગ્ર દિવસ દરમિયાન મેળાનો માહોલ જોવા મળ્યો હતો.



  • Follow us on: