ખેડા જિલ્લામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજ તૂટી પડ્યાના આટલા સમય પછી પણ સરકારી તંત્ર એ નક્કી કરી શક્યું નથી કે આ બ્રિજ કયા વિભાગના અંડરમાં આવતો હતો. એક તરફ માર્ગ અને મકાન (R&B) વિભાગ આ જવાબદારી સિંચાઈ વિભાગની હોવાનું બતાવી રહ્યો છે, તો બીજી તરફ સિંચાઈ વિભાગ સમગ્ર જવાબદારી R&B વિભાગ શીરે ઢોળી રહ્યું છે.
ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં બંધ બારણે બેઠક
આ ગોલમાલ અને વિવાદ વચ્ચે ઘટનાસ્થળથી ચાર કિલોમીટર દૂર આવેલી રાણીયા ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બંધ બારણે બેઠક યોજાઈ રહી છે. આ સમીક્ષા બેઠકમાં ઠાસરા મામલતદાર, R&B વિભાગ (ગ્રામ્ય) તેમજ સિંચાઈ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિજની માલિકી, જાળવણીની જવાબદારી અને દુર્ઘટના પાછળ કોની બેદરકારી હતી તે બાબતો નક્કી કરવામાં આવશે.
