જીવતા તો જીવ સુખી નહીં પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે અંતિમ સંસ્કાર સંસ્કાર પણ સારી રીતે નથી નીકળી શકતી. નડિયાદના સુરાશામળ ગામના લોકો વર્ષોથી સ્મશાન અને તેને જોડતા રસ્તાની માંગ કરી રહ્યા છે પરંતુ વારં વાર રજૂઆત છતા તંત્રના બહેરાં કાને આ વાત નથી પડી રહી.


ગામમાં સુવિધાનો અભાવ

ખેડાના નડિયાદ તાલુકાનુ સુરશામળ ગામ કે જ્યાં 250 જેટલાં ઘર અને 1000થી પણ વધારે લોકો વસવાટ કરે છે. ગામના લોકો વસવાટ કરે છે ત્યાં આસપાસ ખેતરો આવેલા છે અને જાણે કે આસપાસ ખેતરો વચ્ચેના ટાપુમાં રહેતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગામમાં પાકાં રસ્તા નથી કાચાં રસ્તા પરથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે.

સુરાશામળ ગામનું જે સ્મશાન છે તે ત્રણ કિલોમીટર દૂર આવેલું છે જેથી ભગવાન પુરા વિસ્તારના લોકો નજીકમાં આવેલ તળાવના કિનારે ટેકરા ઉપર વર્ષોથી ખુલ્લામાં કોઈ જ વ્યવસ્થા વગર અંતિમ સંસ્કાર કરે છે. આ ઉપરાંત ભગવાનપુરા ગામમાં રહેતા 100 થી વધુ બાળકો પણ ખેતરો પાર કરીને શાળાએ જવા મજબૂર બન્યા છે. બાળકોને કોઈ સરીસૃપ કરડી ન જાય તે ડરથી ઘણા માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલવાનું પણ ટાળી રહ્યા છે.

સ્મશાન યાત્રા કાદવ કીચડ માંથી કાઢવા મજબૂર

ગામમાં કોઇનું મૃત્યુ થાય તો સ્મશાન યાત્રા નીકળે ત્યાંથી સ્મશાનની જગ્યાએ પહોંચવા માટે કોઈ જ પાકો રસ્તો ન હોવાને કારણે ખેતરો ખૂંદીને અને ભરાયેલા પાણી અને કાદવ કીચડ વાળા કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. એક વર્ષ અગાઉ પણ કેડ સમા પાણીમાંથી ડાઘુ નનામી લઈને જતા હતા તે અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમ છતાં હજુ સુધી પરિસ્થિતિ જેસે થે વેસેની જ છે.ગામના લોકોએ સુરાશામળ ગામના સરપંચ, તલાટી, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને અનેકો અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તંત્રના બહેરા કાને આ રજૂઆત સંભળાઈ નથી અને કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનોની માંગ છે કે તેમને જો એક પાકો રસ્તો સ્મશાન સુધીનો બનાવી આપવામાં આવે તો તેમની તમામ તકલીફો દૂર થઈ જશે..


  • Follow us on: