મહુધા તાલુકાના કેટલાક સસ્તા અનાજના વેપારીઓને ત્યાં આજે નડિયાદ જિલ્લા પુરવઠા કચેરીએથી ઓચિંતી વિઝીટ કરવામાં આવી હતી. તાલુકાની સસ્તા અનાજની કેટલીક દુકાનોમાંથી અનાજ ઓછું આપવામાં આવતું હોવાના આક્ષેપોને ધ્યાને લઈને જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા તાલુકાની 6 જેટલી દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધારવામાં આવ્યું હતું.
મહુધા તાલુકાના સસ્તા અનાજના વેપારીઓ દ્વારા જનતાને ઓછું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપો કરતી એક અરજી વિઝીલિસન્, કમિશ્નર ગાંધીનગરને એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. જેના સંદર્ભે ખેડા જિલ્લા પુરવઠા વિભાગ દવારા ત્રણ ટીમ બનાવીને મહુધા તાલુકાના કૈયજ, રૂપપુરા, વડથલ,કપરુંપુર, ખૂંટજ, રામના મુવાડા,ધંધોડી,સણાલી, જેવા કેટલાક ગામો માટે વિઝિટ ગોઠવવામાં આવી હતી. જેમાં નડિયાદથી આવેલા અધિકારીઓએ દુકાનદારોના જમા સ્ટોકની ગણતરી કરી હતી. તેમજ જેટલાં રેશનકાર્ડ ધરકોને અનાજ આપવામાં આવ્યું છે. તેની ગણતરી કરી જિલ્લામાં રિપોર્ટ જમા કરાવ્યો હતો. ગાંધીનગર અરજી કરનાર અરજદારે દુકાનદારો ઓછું અનાજ આપતાં હોવાની વાત કરીહતી. પણ સાથે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો. કે ગોડાઉંનમાંથી દુકાનદારોને ઓછું અનાજ આપવામાં આવે છે. તે બાબતે કોઈ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું નહતું.










