ખેડાના ગળેશ્વર નજીક કેનાલમાં યુવક 3 ડૂબ્યા છે. સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ચાર મિત્રો નાહવા જતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. રવિવાર હોવાથી મિત્રો કેનાલમાં નાહવા ગયા હતા. બે મિત્રો ડૂબતા અન્ય એક તેમને બચાવવા જતા ત્રણેય મિત્રો ડૂબ્યા હતા. જ્યારે ચોથા મિત્રની હિંમત નહિ ચાલતા તે ત્યાથી ભાગી છૂટ્યો હતો. તરવૈયાઓ દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તરવૈયાઓ દ્વારા એક યુવકને શોધી કાઢવામાં આવ્યો છે.


[[$googlead]]

કેનાલમાં ત્રણ મિત્રો ડૂબ્યા 

[[$alsoread]]

સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીકના આ બનાવમાં યુવકો રવિવાર હોવાથી નાહવા ગયા હતા. તેવામાં બે મિત્રો ડૂબવા લાગતા અન્ય એક મિત્ર તેની મદદ કરવા જતા તે પણ કેનાલમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો એકઠા થયા હતા. લોકો દ્વારા તરવૈયાઓની મદદથી યુવકોને ગોતવાના પ્રયાશો હાથ ધર્યા હતા.

એક યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો

સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ચાર મિત્રો નાહવા જતા આ દુર્ઘટના બની હતી. નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવકો ડૂબવા મામલે તરવૈયાઓની મદદથી એક યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવકો થર્મલના નગરીના હોવાનું સામે આવ્યુ છે.


  • Follow us on: