કચ્છમાં આવેલા દેશના સૌથી મોટા બંદરો પૈકીના એક મુન્દ્રા બંદર પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. DRIની ટીમે ગુપ્ત માહિતીના આધારે તપાસ કરતાં કરોડો રૂપિયાના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે.


[[$googlead]]

ચીનથી આવેલા કન્ટેનરમાં ગેરકાયદેસર દાણચોરી

DRIના અધિકારીઓએ ચીનથી આવેલા એક કન્ટેનરને શંકાના આધારે રોકીને તેની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે દાણચોરોએ પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાની ગેરકાયદેસર હેરફેર માટે નવી તરકીબ અપનાવી હતી. દાણચોરોએ આ પ્રતિબંધિત માલને પકડાઈ જવાથી બચાવવા માટે કન્ટેનરમાં 'વોટર ગ્લાસ' (Water Glass) નામના કાયદેસરના માલસામાનની આડમાં ફટાકડા છુપાવ્યા હતા.

 5 કરોડના 30,000 ફટાકડા જપ્ત

DRI દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કન્ટેનરમાંથી અંદાજિત ૩૦,૦૦૦ કિલોગ્રામથી વધુ પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં તેની અંદાજિત કિંમત પાંચ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. DRI વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદેસર દાણચોરીના માસ્ટર માઈન્ડ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. DRI વિભાગે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય અને અન્ય સંડોવાયેલા શખ્સો સામે પણ કાર્યવાહી કરી શકાય.

[[$alsoread]]
  • Follow us on: