ગુજરાતમાં પાટીદાર આગેવાને ત્રણથી ચાર બાળકો પેદા કરવાનું નિવેદન આપ્યું છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા જણાવ્યું છે. સમાજમાં ધીમે ધીમે સંખ્યા બળ ઘટી રહ્યું હોવાનો દાવો કરીને તેમણે આ નિવેદન આપ્યું છે.
પાટીદારોએ ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’નો ટ્રેન્ડ ઘાતક છે. ધીમે ધીમે સમાજનું સંખ્યા બળ ઘટી રહ્યું છે. જેથી પાટીદારોએ ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ. સમાજનું સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે.તમારા અસ્તિત્વ માટે લડવું પડશે.સનાતન ધર્મની તાકાત ઘટશે.
હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે
તેમણે કહ્યું હતું કે, પાટીદારોમાં ભૃણ હત્યાનું ચલણ એક સમયે વધ્યું હતું જે હવે રહ્યું નથી. હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે. કાશ્મીર અને બંગાળમાંથી હિંદુઓ ભાગી રહ્યાં છે. કચ્છ જિલ્લાના નખત્રાણામાં યોજાયેલા સમાજના એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.









