કચ્છમાં નવા વર્ષ અષાઢી બીજના શુભ દિવસે વરસાદનું આગમન થયું છે. માંડવી તાલુકાના ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ જામતા કચ્છીમાણુઓમાં આનંદ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા હતા. માંડવીમાં ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
માંડવી તાલુકાના ગ્રામ વિસ્તારમાં વરસાદ
કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માંડવીમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી છે. ભારે વરસાદના પગલે બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માંડવીના કોડાય, આસંબીયા, ગઢશીશા, શિરવા, કાઠડા સહિત ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો
આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 133 તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે. રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.