લીંબડી તાલુકાના ઉંટડી ગામે પશુઓ સરખી રીતે ચલાવવા બાબતે 5 શખ્સોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હતી.


ઉંટડી ગામે રહેતા દેવકરણભાઈ લક્ષ્મણભાઈ સીંધવ ખેતી કરે છે. તેમના પડોશમાં રહેતો સંજય અમુલખભાઈ કટુડીયા ગાય, ભેંસ લઈને નીકળ્યો હતો. આ સમયે દેવકરણભાઈના કાકી મનુબેન વાસીદુ કરવા નીકળ્યા હતા. સંજયના પશુઓ દેવકરણભાઈના ઘર પાસે ઉકરડો ફીંદતા હોઈ મનુબેને પશુઓ સરખી રીતે ચલાવવાનું કહ્યુ હતુ. આ બાબતે સંજયે સામાન્ય બોલાચાલી કરી હતી. જેમાં દેવકરણભાઈએ કેમ મારા કાકી સાથે બોલાચાલી કરતો હતો તેમ કહેતા સંજય અમુલભાઈ કટુડીયાએ ઉશ્કેરાઈ ધારીયા વડે માથામાં ઈજા પહોંચાડી હતી. જયારે અમુલખ શંભુભાઈ કટુડીયા, રણુ અમુલખભાઈ કટુડીયા, ભરત અમુલખભાઈ કટુડીયા અને દિનેશ ઓઘડભાઈ કટુડીયાએ લાકડાના ધોકા અને કુંડલીવાળી લાકડી વડે સંજયને માર મારતા તેને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયો હતો. આ અંગે લીંબડી પોલીસ મથકે પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.પી.ડોડીયા ચલાવી રહ્યા છે.


  • Follow us on: