લીંબડી નેશનલ હાઇવે પર આગળ જતી કાર ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ આવતી કાર અકસ્માતે એ કાર પાછળ અથડાઇ હતી. જે ઘટના માં આગળ ના કાર ચાલક જીગર જયેશભાઇ સોલંકી કાર ની બહાર નીકળી આવી પાછળ અથડાયેલી કાર ની ચાવી કાઢી લઇ નુકસાની ના વળતર પેટે બોલાચાલી કરી હતી અકસ્માતે અથડાયેલી કાર ચાલક કૃણાલ કેતનભાઇ જોષી એ એમને તમે એકદમ બ્રેક મારી હોય અને રસ્તો ખરાબ હોય કાર અડી ગઇ એમાં શું વળતર ના પૈસા શેના હોય એવુ કહેતા ઉશ્કેરાયેલા જીગર સોલંકીએ દાદાગીરી કરી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી









