લીંબડી હાઇવે પર અમદાવાદથી કાર લઈ આવી રહેલા પિતા પુત્રને અકસ્માત નડયો હતો. બનાવ અંગે પાણશિણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લીંબડીમાં રહેતા દર્શન નવીનભાઇ સોનાગરાએ લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેઓ તેમના પિતાની દવા લઇ અમદાવાદથી કાર લઈ આવી રહ્યા હતા. ત્યારે દેવપરાના પાટિયા પાસે અચાનક એક ગાય રસ્તા આડી ઉતરતા તેમણે બ્રેક મારતા પાછળ પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક ધડાકાભેર કારની પાછળના ભાગે અથડાતા કારને ભારે નુકસાની થઈ હતી અને કારમાં સવાર પિતા પુત્રને ઇજાઓ પહોંચતા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે તેમણે ટ્રક ચાલક જયેશ મોહનભાઈ ડાસોટિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત









