માધવપુરના દરિયા કિનારે ભારતીય સેનાની ટ્રી સર્વિસ એક્સરસાઇઝ યોજાનાર હોવાથી દરિયા કિનારે અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે.
માધવપુર દરીયા કિનારે તા 12 અને તા.13/11 બે દિવસ સુધી ટ્રી સર્વિસ એક્સરસાઇઝ યોજાનાર છે. આર્મી, નેવી અને વાયુસેના એમ ત્રણે સેનાની જોઈન્ટ એક્સરસાઈઝ હોવાથી બહોળી સંખ્યામા ત્રણે સેનાના જવાનો ભાગ લેશે.અને ત્રણે સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ એક્સરસાઈઝ માધવપુર ચોપાટી ખાતે હોવાથી સેનાના ભારે વાહનો તેમજ એક્સરસાઈઝને લગત અન્ય સશ્ત્રસરંજામ નેશનલ હાઈવેના દરિયા બાજુના ભાગે પાર્ક કરવા માં આવશે આથી ટ્રાફ્કિ વ્યવસ્થા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આ એક્સરસાઈઝ દરમ્યાન આમ લોકો કોઇ અસ્માતનો ભોગ ન બને તે માટે તા.09/11 થી તા.13/11 સુધી માધવપુર કાચબા કેન્દ્ર થી પાતા લેન્ડીંગ પોઈન્ટ સુધી ચોપાટી પર પ્રવેશ પ્રતિબંધીત મુકવામા આવ્યો છે. તેમજ તા.09/11 ના ક.09/00 થીતા.14/11 ના ક.12/00 સુધી માધવપુર થી પોરબંદર ફોર લેન રસ્તાની માધવપુર પ્રથમ છત્રી થી પાતા બસ સ્ટેશન સુધીની ડાબી બાજુ (દરિયા બાજુ) ની સાઈડ સંપુર્ણ વાહનવ્યવહાર બંધ કરી તમામ વાહનોની અવર-જવર જમણી બાજુ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.
