વઢીયાર પંથકમાં વરસાદ આધારીત ખેતી કરવામાં આવેછે અને ચાલુ સાલે વાવણી લાયક વરસાદ વરસતાં ધરતીપુત્રોએ ખેતરો ખેડી મોંઘાડાટ બીયારણ ખાતર લાવી વાવણી કરી પરંતું વાવણી કરેલો પાક ઉગી નીકળે ત્યાં સુધી પાકને અનુકુળ વરસાદ થયેલો હતો આ સાલે જગતના તાતે કપાસ, જુવાર, એરંડા, મઠ, તુવેર, ગવાર જેવા પાકોની વાવણી કરેલી પરંતુ વાવણી કર્યો પછી વરસાદ ખેંચાતાં ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ધેરાયાં હતાં આમ જોવા જઈએ તો પાટણ જીલ્લામાં સૌથી ઓછો વરસાદ શંખેશ્વર તાલુકામાં નોંધાયો હતો અને શંખેશ્વર તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસતાં ખેડુતોએ હોંશે હોંશે મોંઘા બીયારણ બોઈ ખાતરનો ખર્ચ કરીને વાવણી કરેલી પરંતુ પાછોતરો વરસાદ નહી વરસતાં જગતનો તાત મુસ્કેલીમાં મુકાયો હતો આથી જગતનો તાત જણાવ્યું હતું કે બેત્રણ દીવસ માં વરસાદ વરસે તો પાકને જીવતદાન મળે નહીતર વાવણી કરેલો પાક નિષ્ફ્ળ જાય અને ખર્ચ કરેલો માથે રહે અને જો વરસાદ ના વરસેતો શિયાળામાં ચણાની ખેતી માં પણ મુશ્કેલી ચણાના પાક માટે પણ જોવે તેવો વરસાદ નથી થયો જો વરસાદ થાય તો ચાલુ સાલે ચણાનું વાવેતર કરી શકાય નહીતર ચણાના પાકો માં જોવે તેવા ઉતારા મળે તેવુ જગતનો તાત જણાવી રહ્યો હતો હાલતો ધરતીપુત્રો ચાતક પક્ષીઓની માફ્ક આકાશ તરફ્ મીટ માંડી આતુરતા પુર્વક વરસાદની રાહ જોઈ રહ્યો છે.

Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ









