સંસ્કારો ખૂટતા હાલના આ યુગમાં પારિવારિક લાગણીઓ છિન્નભિન્ન થઈ રહી છે. જોકે સામાજિક સંજોગો એટલેથી જ ન અટકતા મહેસાણા પંથકમાં 2 બાળકોની માતાએ ગાર્ડનમાં મળતા એક અપરિણીત યુવક સાથે પ્રેમ કરી બિઝનેસમેન પતિનો સુખી સંસાર તોડી પાડી પ્રેમી સાથે ચાલતી થઈ હતી. સમગ્ર મામલે મહેસાણા મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા સમાધાન અને મહિલાના રક્ષણ માટે અથાગ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
મહેસાણાના પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરમાં એક બિઝનેસમેન પતિ પોતાની પત્ની સાથે આવ્યો હતો. ત્યારે પત્નીએ તેને કોઈ એક યુવક દ્વારા હેરાનગતિ કરાતી હોવા મામલે રજુઆત કરી હતી. જેથી મહિલાની રજુઆત આધારે PBSCના કાઉન્સેલર હેતલ પરમાર દ્વારા તે યુવકને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો. તે યુવક આવતા જ મહિલાએ પોતાનો અસલી રંગ બતાવતા તે યુવક તેનો પ્રેમી અને પોતે તેની પ્રેમિકા હોવાનુ જણાવ્યું હતું. જે જાણી ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠયા હતા. જે બાદ મહિલાના પતિએ સમગ્ર મામલે ખુલાસો કરતા તેની પત્ની ગાર્ડનમાં જતા તેનાથી 4 વર્ષ નાના આ અપરિણીત યુવકના સંપર્કમાં આવી હતી. જેથી તેમને શંકા જતા તપાસ કરી તો પત્ની અને તે યુવક વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલુ હતું. પોતાને સગીર વયના 2 બાળકો હોવા છતાં એક માતા અને પત્નીની જવાબદારી ન સંભાળતી હોઈ તેઓ તેના આડા સબંધોમાં પરિવારમાં મોટી સમસ્યા ઉભી થઇ હોવાના સમાધાન માટે ત્યાં આવ્યા હતા. જે વિગતો જાણી કાઉન્સેલર દ્વારા મહિલા અને તેના પ્રેમીને કાઉન્સેલિંગ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરાયો હતો.










