ઉત્તર ગુજરાત હવે વિશ્વસ્તરીય પ્રવાસન નકશા પર ચમકવા માટે સજ્જ થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં આવેલું ધરોઈ ડેમ ક્ષેત્ર ટૂંક સમયમાં જ ગુજરાતનું નવું ગ્લોબલ પ્રવાસન હબ બનવા જઈ રહ્યું છે.
પ્રોજેક્ટના ફેઝ-૧નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
અંદાજે રૂ. 1500 કરોડના તોતિંગ ખર્ચે આકાર લઈ રહેલા ધરોઈ વિશ્વસ્તરીય પ્રવાસન પ્રોજેક્ટના ફેઝ-૧નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.

અત્યાધુનિક સુવિધાઓ તૈયાર
કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તર્જ પર વિકસાવવામાં આવી રહેલા આ વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં લક્ઝુરિયસ હોટેલ્સ, મનોરંજક ગાર્ડન, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વાનગીઓથી સજ્જ વિશાળ ફૂડ કોર્ટ તેમજ અન્ય અનેક આકર્ષણોનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના ફેઝ-૨નું કામ ઝડપથી શરુ
ફેઝ-૧ પૂર્ણ થયા બાદ હવે પ્રોજેક્ટના ફેઝ-૨નું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં આખરી ઓપ આપી પૂર્ણ કરી દેવામાં આવશે.

પ્રવાસન ઉદ્યોગને એક નવી જ ઉંચાઈ મળશે
ધરોઈ પ્રોજેક્ટ કાર્યરત થતાં ઉત્તર ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને એક નવી જ ઉંચાઈ મળશે. સ્થાનિક વેપાર-રોજગારી અને નાના કારોબારીઓ માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ધરોઈ ડેમ ખાતે કુદરતી સૌંદર્યની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો મળવાથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ સ્થળ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?