મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક અને 2 કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત થતાની સાથે કારમાં આગ લાગી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે હાલ આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર ટ્રિપલ અકસ્માત
લુણાવાડા મલેકપુર રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત થતાની સાથે કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા એક વ્યક્તિ કારમાં હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
મહીસાગરમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત થતાની સાથે કારમાં આગ લાગી હતી. ફાયર વિભાગે કારમાં લાગેલી આગ પર કાબુ લીધો છે.આ અકસ્માતમાં એકનું મોત થયું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: