રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગરના લુણાવાડા ધોધમાર વરસાદ ચાલુ થયો છે. વીરપુર,બાલાસિનોરમાં વરસાદમાં પણ ધોધમાર વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા. માંડવી બજાર,હાટડિયા બજારમાં પાણી ભરાયા છે.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે.
5 દિવસ વરસાદની આગાહી
ચોમાસાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદના કારણે ખેડૂતો ખુશ છે. તેઓ નવા પાકના વાવેતર માટે તૈયારીઓ કરી રહ્યા છે. જે સ્થળે પાણી ભરાયા છે. ત્યાં તંત્ર દ્વારા મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ છે.
પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
કાલે કચ્છ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યામાં 18 થી 22 જૂન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.