ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હેરાફેરીની ઘટનાઓ સામે આવે છે. રાજ્ય સરકાર દારૂપ્રતિબંધ મામલે કડક કાર્યવાહી કરે છે. છતાં લોકોમાં નશાનું ચલણ વધ્યું હોવાના દરરોજ સામે આવતા કિસ્સા બતાવે છે. નશામાં ધૂત લોકો ભાન ભૂલી કયારેક અકસ્માત પણ સર્જે છે. તાજેતરમાં મહીસાગરના કડાણામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ જાહેરમાં નશો કરી ડાન્સ કરી રહ્યો છે. 


[[$googlead]]

હેલ્થ ઓફિસરના ઠુમકાનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં દેખાય છે કે એક શખ્સ નશામાં ધૂત દુપટ્ટા તેરા ... સોન્ગ પર ઠુમકા લગાવે છે. આ શખ્સ બીજું કોઈ નહી પણ કડાણા તાલુકાના સરકારી હેલ્થ ઓફિસર છે. વધુ અચરજની વાત એ છે કે સરકારી અધિકારી સાથે એક હેલ્થ ઓફિસર હોવા છતાં પણ આ શખ્સ જાહેરમાં નશો કરી ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવી રહ્યા છે. સરકારી અધિકારીના નશામાં ઠુમકા લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા આ બાબતે સધન તપાસ કરવામાં આવે. સંભવત ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવી શકે.

[[$alsoread]]

હેલ્થ ઓફિસર ફરી વિવાદમાં

એક ખુલ્લી જગ્યામાં ત્રણ-ચાર ખાટલા ઢાળવામાં આવ્યા છે. અને આ ખાટલાઓ પર કેટલાક લોકો બેઠા છે. અને તેમની વચ્ચે સરકારી હેલ્થ ઓફિસર ગીત પર ઠુમકા લગાવે છે. ત્યારે એક શખ્સ તેમના ફોટા પણ પાડતો હોય છે. ગીત પર ઠુમકા લગાવનાર આ ઓફિસર અગાઉ પણ વિવાદમાં આવ્યા છે. હેલ્થ ઓફિસર પર પૈસા લેતા પકડાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ઉપરાંત તેમની સામે અનૈતિક સંબંધોના પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી આ હેલ્થ ઓફિસર નશામાં ઠુમકા લગાવવાને લઈને વિવાદમાં આવ્યા છે.

આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું

દુપટ્ટા તેરા ... સોન્ગ પર રાજાપાઠમાં મન મૂકીને ઠુમકા લગાવતાં આ છે કડાણા તાલુકા હેલ્થ ઓફિસર. અગાઉ અનૈતિક સંબંધો અને લાંચના આક્ષેપોથી ઘેરાયેલા આ તાલુકા આરોગ્ય અધિકારીનો હવે દારુના નશામાં ઝૂમતો વીડિયો વાયરલ થયો છે. ગાંધીના આ ગુજરાતમાં નશામાં ચૂર મદમસ્ત સરકારી તબીબનો વાયરલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દારૂબંધીના લીરેલીરા ઉડાડતાં સરકારી ડૉક્ટર અને તેની ટીમને લઇને  ગંભીર આક્ષેપો પણ કરાયાં છે. આ વીડિયોની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવે તેમ છે. જોકે, સંદેશ ન્યુઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

  • Follow us on: