મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 76માં વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો હતો. ખેડા જિલ્લાના ગળતેશ્વરથી તા. 30 ઓગસ્ટે શનિવારે કરાયો હતો.
જ્યારે આજે તા. 4 સપ્ટેમ્બરના રોજ ડેસરની સ્પોટ્સ યુનિવર્સિટીમાં 76માં વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરાઈ હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પ્રકૃતિ અને જળ સંરક્ષણની દિશામાં શ્રેષ્ઠ કાર્યો દ્વારા ગુજરાતે સમગ્ર દેશમાં ઈકો-ફ્રેન્ડલી વિકાસ માટેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડયું છે. વૃક્ષોનો ઉછેર કરો તેનું જતન કરો તેની ઉપર મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.










