ગુજરાતભરમાં છેલ્લા એક પખવાડિયાથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો સહિત સમગ્ર જીવસૃષ્ટિ ચિંતામાં મુકાઈ છે. ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને પશુ-પંખીઓ પાણી માટે વ્યાકુળ બની રહ્યા છે. ત્યારે મેઘરાજા અને વરુણ દેવ વહેલી તકે મન મૂકીને વરસે તેવા હેતુથી આજે વસ્ત્ર્રાલના વાત્સલ્ય ખાતે એક ભવ્ય અને અનોખા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ પર્જન્ય યજ્ઞમાં ભારે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો શાસ્ત્ર્રોક્ત વિધિ અનુસાર, 11 જેટલા વેદપાઠી ભુદેવો પાણીથી ભરેલા વિશાળ તપેલાઓમાં આસન જમાવીને બેઠા હતા. કાળઝાળ ગરમી વચ્ચે પણ અચળ શ્રદ્ધા સાથે ભુદેવો અને શ્રદ્ધાળુઓએ વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે યજ્ઞકુંડમાં આહુતિઓ અર્પણ કરી હતી. આ અનોખી પૂજા વિધિ આસપાસના વિસ્તારમાં ભારે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બની હતી. યજ્ઞના આયોજકો અને સ્થાનિક શ્રદ્ધાળુઓએ નું કહેવું છે કે વરસાદ વિના જગતનો તાત લાચાર બન્યો છે. મૂંગા પશુઓ અને પંખીઓ પર વ્યાકુળતા જોઈ શકાતી નથી. ઇન્દ્રદેવ અને વરુણ દેવ જલદીથી પૃથ્વી પર અમૃતવર્ષા કરે અને ધરતી લીલીછમ બને તે માટે જ આ શાસ્ત્ર્રોક્ત પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: