શહેરમાં સરકારી અને amcની માલિકીના તળાવોનેદબાણમુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે શુક્રવાર 12 જૂનના રોજ ઈસનપુર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ઝોનના લાંભામાં આવેલા ઐતિહાસિક 'આંબા તળાવ'ની જગ્યા પર વર્ષોથી ખડકાયેલા 160થી વધુ કાચા-પાકા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોને તોડી પાડીને તળાવનો કબજો મેળવવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં સૈજપુર બોઘામાં 14 વર્ષ લાંબા કાનૂની વિવાદ બાદ સૈજપુર ટાવર પાસેનો 100 ફૂટનો રોડ ખુલ્લો કરાયો છે. કાલુપુર બ્રિજથી શરૂ થઈ હિંમતનગર નેશનલ હાઈવેને જોડતા આ મુખ્ય આંતરરાજ્ય જાહેર માર્ગ પર વર્ષોથી નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. આ સાથે જ આંબા તળાવની 26,305 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ છે અને 1,444 ચોરસ મીટર જેટલી ઓપન સ્પેસ માટે આરક્ષિત જમીન પણ દબાણમુક્ત કરાઈ છે. જ્યારે બીજી તરફ્ આ માટે ટી.પી સ્કીમ નંબર 54 (ઈસનપુર દક્ષિણ એક્ષ.)ના ફાઈનલ પ્લોટ નંબર-59 પર આવેલા આંબા તળાવને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ AMCના એસ્ટેટ, હેલ્થ, ફાયર અને યુ.સી.ડી વિભાગના અધિકારીઓ, મેડિકલ વાન તથા સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સંયુક્ત કામગીરી શરૂ કરાઈ હતી. આ કામગીરીના પરિણામે આંબા તળાવની 26,305 ચોરસ મીટર જગ્યા ખાલી થઈ છે. આ ઉપરાંત, તળાવની બાજુમાં આવેલ પ્લોટ નં. 60 ની 1,444 ચોરસ મીટર જેટલી ઓપન સ્પેસ માટે આરક્ષિત જમીન પણ દબાણમુક્ત કરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: