અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના CNCD વિભાગ દ્વારા શહેરમાં પાલતુ શ્વાન અને બિલાડીઓનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. રેબીઝ ફરી અમદાવાદ-2030 મિશન અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા હેઠળ આ ઝુંબેશ સઘન બનાવાઈ છે.AMCના આંકડા મુજબ, શહેરમાં અત્યાર સુધીમાં 17,332 માલિકોએ 19,691 પાલતુ શ્વાનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં પશ્ચિમ ઝોન 4,985 શ્વાન સાથે મોખરે છે. અમદાવાદીઓમાં લેબ્રાડોગ 3,939 સૌથી પ્રિય બ્રીડ છે, ત્યારબાદ જર્મન શેર્ફ્ડ અને શિહ ત્ઝુનો નંબર આવે છે. આ ઉપરાંત હાલમાં શરૂ થયેલી ઝુંબેશમાં 91 પાલતુ બિલાડીઓનું રજિસ્ટ્રેશન પણ થયું છે.

30 સપ્ટેમ્બર 2026 સુધી પાલતુ શ્વાન માટે રૂ. 2000 અને બિલાડીઓ માટે રૂ. 200 ફી નક્કી કરવામાં આવી છે. નોંધણી માટે AMCની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકાય છે. અરજી સાથે માલિકનું આઈડી, લાઈટ બિલ, પેટનો ફોટો અને વેટરનરી ડૉક્ટરનું રસીકરણ કાર્ડ રજૂ કરવાનું રહેશે. નિયમ ભંગ કરનાર સામે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.