અમદાવાદના સિંધુભવન રોડ (Sindhu Bhavan Road) પર બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફૂટપાથ પર લગાવેલું એક મોટું બેનર (Banner) અચાનક તૂટી પડ્યું હતું. આ ઘટનાને કારણે બે વાહનચાલકો (Bikers) ઇજાગ્રસ્ત થયા હતા.
અમદાવાદમાં જોખમી બેનર પડ્યું
ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બેનર કોણે અને કઈ મંજૂરીથી લગાવ્યું હતું, તે મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ લગાવવામાં આવતા બેનરોની સુરક્ષા સામે આ ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે. મનપા આ બેદરકારી બદલ જવાબદાર વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે.













