અમદાવાદનો સુભાષબ્રિજ ફરી એકવાર ચર્ચામાં છે, અને આ વખતે તેની નબળી સુરક્ષાને કારણે. તાજેતરમાં પંકજ એમ પટેલ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બ્રિજનો કેન્ટિલિવર સ્લેબ નબળો હોવાનું સ્પષ્ટ થયું છે. આ રિપોર્ટ થોડા મહિનાઓ પહેલા થયેલા ઇન્સ્પેક્શન પર આધારિત છે, જે સૂચવે છે કે બ્રિજની માળખાકીય મજબૂતીમાં ખામી છે.

સુભાષબ્રિજની સુરક્ષા જોખમાઈ

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં આ નબળાઈનો ઉલ્લેખ હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અત્યાર સુધી રિપેરિંગમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ બેદરકારીના કારણે બ્રિજને વધુ નુકસાન થયું હોવાનું અનુમાન છે. શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા આ બ્રિજની નબળી સ્થિતિ શહેરવાસીઓની સલામતી માટે મોટો જોખમ ઊભો કરે છે. મનપાએ તાત્કાલિક ધોરણે આ રિપોર્ટ પર ધ્યાન આપીને રિપેરિંગની કામગીરી શરૂ કરવી જોઈએ.