ગોવિંદવાડી સર્કલ ખાતે આવેલું ગોવર્ધન પર્વત ઉઠાવેલી કૃષ્ણ ભગવાનની આંગળીની પ્રતિમાવાળું આ સુંદર સર્કલ પક્ષીઓ માટે પણ એક આશીર્વાદરૂપ બની ગયું છે. આ શિલ્પ એવું આકર્ષક અને કાર્યાત્મક રીતે બનાવવામાં આવ્યું છે કે તેની ગોળાકાર રચના એક કુદરતી છત્ર જેવું કામ કરે છે. તે પ્રતિમાની છાયામાં અને આંગળી પર પક્ષીઓ માટે ખાસ પાણી અને ચણની વ્યવસ્થા હોવાથી, આ ભયંકર તાપમાં ત્યાં અસંખ્ય કબૂતરો અને અન્ય પક્ષીઓ આશરો અને ઠંડક મેળવી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: