ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર એક અભૂતપૂર્વ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના સંદેશ સાથે નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ જવાનો અને મહિલા પોલીસ કર્મચારીઓ khભે-ખભા મિલાવીને જોડાયા હતા. મહિલા પોલીસ સિક્યોરિટી ફોર્સ અને એન્ટી-રાયોટ ગિયરથી સજ્જ જવાનો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને શિસ્તબદ્ધ રીતે કૂચ કરતા જોવા મળ્યા હતા. જેને જોઈને રસ્તા પર ઉપસ્થિત શહેરીજનોમાં પણ દેશભક્તિનો રોમાંચ વ્યાપી ગયો હતો.આ તિરંગા યાત્રાની શરૂઆત ઐતિહાસિક ભદ્રકાલી ચોકથી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો