શહેરમાં અસલી પોલીસને પણ શરમાવે તેવી રીતે નકલી પોલીસ બનીને લોકો પર રોફ જમાવતા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના સ્વાંગમાં વાહનચાલકોને અટકાવી તેમની પાસે લાયસન્સ અને દંડની માંગણી કરતા એક નકલી પોલીસને ઝડપી પાડવામાં આવ્યો છે.
નકલી પોલીસ બનીને લોકો પર રોફ જમાવતા
ઝડપાયેલા શખ્સની ઓળખ ભરતભાઈ બળદેવભાઈ સેનમા તરીકે થઈ છે, જે મૂળ મહેસાણાનો વતની છે. આ શખ્સ ટ્રાફિક પોલીસના કપડાં પહેરીને અથવા તેવો દેખાવ કરી રસ્તા પર ઉભો રહેતો હતો અને નિર્દોષ વાહનચાલકોને રોકી કાયદાનો ડર બતાવી તેમની પાસે લાયસન્સની માંગણી કરતો હતો.










