અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. અહીં આવેલી રત્ન રુચિ વાટિકા સોસાયટીમાં એક યુવકને રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે સોસાયટીમાં આ ઘટના બની છે, ત્યાં અગાઉ પણ એક BLO (બૂથ લેવલ ઓફિસર) મહિલાને કૂતરાએ બચકું ભર્યું હતું.
પાલડીમાં રખડતા કૂતરાઓનો આતંક
મહત્વનું છે કે, એક જ સોસાયટીમાં વારંવાર આવી ઘટનાઓ બનતા સોસાયટીના રહીશોની ચિંતા વધી છે. આ ગંભીર બનાવને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD (કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) વિભાગે તાત્કાલિક સ્થળ પર એક ટીમ તપાસ માટે મોકલી આપી છે. CNCD વિભાગ આ વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડવાની અને તેમની નસબંધીની કામગીરી ઝડપી બનાવે તેવી સ્થાનિકોની માંગ છે.













