અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલા બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બ્રિજ પર જઈ રહેલી એક ખાનગી બસનું ટાયર અચાનક નીકળી ગયું. ટાયર નીકળી જવાથી બસ રોડ પર રોકાઈ ગઈ હતી, તે જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલો એક બાઇકચાલક બસમાં ઘૂસી ગયો હતો.


પ્રાઈવેટ બસની બેદરકારી

મહત્વનું છે કે, બસ અને બાઇક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું તાત્કાલિક ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનારી ખાનગી બસના ડ્રાઇવર અને માલિક સામે બેદરકારીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માત ફરી એકવાર ખાનગી બસોની જાળવણી અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગના મુદ્દાને સપાટી પર લાવ્યો છે, જેના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ પણ વાંચો : Chhota Udepur માં ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ વિવાદમાં, મૃત ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવ કરીને નાણાંની ઉચાપત

  • Follow us on: