અમદાવાદ - ગાંધીનગર હાઈવે પર આવેલા કોબા જિનાલયમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે એકવાર ફ્રી સૂર્યતિલકનો અભ્દુત નજારો જોવા મળ્યો છે. હકીકતમાં કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે આ ઘટના બને છે. શુક્રવાર (22 મે) મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલકનો અભ્દુત નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે સંस्थाના સ્થાપક રાષ્ટ્રસંત આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાએ પોતાના શિષ્ય પરિવાર સાથે ઉપસ્થિત રહી નિશ્રા પ્રદાન કરી હતી. આ અભ્દուત ક્ષણોમાં મંગલ મંત્રોચ્ચાર તથા ધાર્મિક ભક્તિ ગીતોની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દ્રશ્યને નિહાળવા જૈન સમાજના અનેક ભાવિકો, મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો