આગામી સમયમાં શહેરમાં યોજાનારી 'કોમનવેલ્થ ગેમ્સ'ને ધ્યાનમાં રાખીને શહેરને ભિક્ષુકમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે તંત્રે કમર કસી છે. આ માટે મ્યુનિ.ના સમાજ સુરક્ષા વિભાગ, પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત રીતે 3 દિવસ સુધી સમગ્ર શહેરમાં એક વિશેષ 'એન્ટી બેગિંગ ડ્રાઇવ' ચલાવવામાં આવી હતી. જેમાં શહેરના 108 હોટસ્પોટ સ્થળો પરથી મહિલાઓ, પુરુષો અને ખાસ કરીને નાના બાળકોને એકત્ર કરી રેસ્ક્યૂ કરાયું હતું. આ ડ્રાઇવમાં તંત્રનું સૌથી મોટું અને સકારાત્મક ધ્યાન નાના બાળકો પર કેન્દ્રિત હતું. રેસ્ક્યૂ કરાયેલા 94 બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂ કરાયા હતા. જેમાંથી 4 અનાથ કે નિરાધાર બાળકોને બાળસંરક્ષણ ગૃહ મોકલાયા છે. જ્યારે 90 બાળકોને ભવિષ્યમાં ભિક્ષાવૃત્તિ નહીં કરાવવાની કડક શરતે તેમના વાલીઓને સોંપાયા છે, જે બાળ તસ્કરી અને શોષણ રોકવા તરફ્ મોટી કદમ છે. જ્યારે સંપૂર્ણપણે દબાણ મુક્ત, સ્વચ્છ અને ભિક્ષુકમુક્ત બનાવવા માટે આગામી દિવસોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા સમયાંતરે આ પ્રકારની સર્ચ અને રેસ્ક્યુ ડ્રાઇવ ચાલુ રખાશે. જેને મોટેભાગે ગુપ્ત રીતે ચલાવવામાં આવશે, તેમ AMCના અધિકારીઓએ જણાવ્યું છે.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









