દક્ષિણ ઝોનમાં આવેલા જુદા જુદા આવાસોમાં રહેતાં ગેરકાયદેસર લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે.
ટી.પી સ્કીમ નં- 74 ફ.પ્લોટ નં-43 માં આવેલ EWS-44, અને ફ.પ્લોટ ન -44માં આવેલ EWS-45, ટી.પી/ સ્કીમ નં- 55 ફ.પ્લોટ નં-167 માં આવેલ EWS-41, ટી.પી સ્કીમ નં -55 ફ.પ્લોટ નં- 160 માં આવેલ EWS-40 માં આવેલ આવાસમાં દક્ષિણ ઝોન હાઉસિંગ વિભાગ દ્વારા મૂળ લાભાર્થીની જગ્યાએ અન્ય ઇસમો વસવાટ કરતા હોય તેવા કુલ 11 એકમોને અંતિમ નોટીસ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત મૂળ લાભાર્થીના સ્થાને અન્ય લોકો વસવાટ કરતાં હોવાનું સામે આવતાં કુલ 03 આવાસો સીલ કરવામાં આવેલ છે. જેના દ્વારા મૂળ રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર રીતે લોકોને કબ્જો આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં રોડ પર ઘણાં દબાણોના આવેલા હતા અને જેના કારણે અવરજવરમાં ભારે અડચણ ઉભી થઈ રહી છે. આ માટે જુદા જુદા જાહેરમાર્ગ તથા બી.આર.ટી.એસ. રૂટ ઉપર નડતર રૂપ 03 નંગ કાચા શેડ, 09 નંગ લારી તથા 76 નંગ પરચુરણ માલસામાન / લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરી જાહેરમાર્ગ ખલ્લા કરવામાં આવેલ છે. આ સાથે જ રસ્તા પર અનિધિકૃત પાર્ક થયેલ 09 વાહનોને લોક તથા અન-અધિકૃત બોર્ડ બેનર સામે કાર્યવાહી કરી કુલ રૂ.10,000/- નો દંડ વસુલવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે રસ્તા પર દબાણ કરતાં એકમો સામે કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ વિગતો સામે આવી છે.