શ્રીમદ્ સ્કૂલ ઓફ એજ્યુકેશન ખાતે 27 ડિસેમ્બર શનિવારના રોજ શાળાનો ઓપનિંગ પ્રોગ્રામ યોજાયો, જેનું ઓપનિંગ બીએપીએસના સંત અપૂર્વ મુનિ સ્વામીના હાથે કરવામાં આવ્યું અને સ્વામી દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર ઘડતર માટે શાળાનો અભિગમ અને જીવન ઉપયોગી ઘણી વાતો કરી સાથે સાથે રાજકીય મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ આ સમગ્ર પ્રોગ્રામમાં હાજરી આપી. અંદાજે છ થી સાત હજાર જેટલા વ્યક્તિઓએ આ પ્રોગ્રામનો લાભ લીધો.
ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન : શાળાના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક પ્રદર્શનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષે ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જી ( ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ)માં ગણિત અને સંસ્કૃત વિષય પર કરવામાં આવ્યો.










