ખોખરામાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા સ્ટેશનરીની દુકાનેથી વસ્તુ લઈને પરત ફ્લેટમાં જઈ રહ્યા હતા.
તે સમયે એક સ્નેચર તેમની પાછળ આવ્યો અને મહિલાના ગળામાં રહેલી સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા સ્નેચર દોરો મુકીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે ખોખરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
ખોખરા વિસ્તારમાં આવેલા ગોરના કૂવા પાસે આવેલા જીવન એપાર્ટમેન્ટમાં સ્વાતિબેન દરજી પરિવાર સાથે રહે છે. સ્વાતિબેન સવારના સમયે સ્ટેશનરીની દુકાને પેન લેવા ગયા હતા. બાદમાં પેન લઇને ફ્લેટમાં પરત આવી રહ્યા હતા, ત્યારે તેમની સોસાયટીમાં તેમના ફ્લેટની નીચે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ આવ્યો હતો. આ વ્યક્તિએ સ્વાતિબેનના ગળામાંથી સોનાનો દોરો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાતિબેને બૂમો પાડતા દોરો તૂટી ગયો અને પેન્ડન્ટ નીચે પડી ગયું હતું, આ ચેઈન સ્નેચર પેન્ડન્ટ લઈને ત્યાંથી ભાગી ગયો હતો. સ્વાતિબેન પણ સ્નેચરની પાછળ દોડયા હતા, પરંતુ તે પોતાના અન્ય બે સાથીઓ પર બાઈક પર ત્યાંથી નાસી ગયો હતો. સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. આ અંગે ખોખરા પોલીસે અજાણ્યા ચેઈન સ્નેચરો સામે ગુનો નોંધ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો