દાણીલીમડામાં મહિલા પિયરમાં જવા નીકળી હતી ત્યારે પાડોશી શખ્સે કોઇ કારણ વગર મહિલાને બિભત્સ ગાળો બોલીને છરીના ઘા માર્યા હતા. આટલું જ નહિ મહિલાને બચાવવા હુમલાખોરનો પુત્ર વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા માર્યો હતો.


આ અંગે મહિલાએ પાડોશી શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બહેરામપુરામાં 46 વર્ષીય રૂબીના સૈયદ પરિવાર સાથે રહે છે. ગત 24 જાન્યુઆરીએ સાંજના સમયે તે પિયરમાં જતી હતી. ત્યારે પાડોશી મોઇન મલેક મહિલાના ઘર આગળ ઉભો હતો. બાદમાં મોઇને મહિલાને કોઇ કારણ વગર બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મહિલાએ ગાળો બોલવાની ના પાડતા મોઇને ઉશ્કેરાઇને છરીના ત્રણ ઘા માર્યા હતા. આટલું જ નહિ મહિલાને છોડાવવા મોઇનનો પુત્ર વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા મોઇન ત્યાંથી નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત મહિલાને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: