મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને 'સ્માર્ટ' બનાવવાની લ્હાયમાં અનેક વિસ્તારોમાં કરવામાં આવેલા નવા ફેરફરો હવે સ્થાનિકો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે.


ભુલાભાઈ પાર્ક ચાર રસ્તાથી ફૂટબોલ મેદાન સુધીના માર્ગ પર સ્ટોર્મ વોટર લાઈન નાખ્યા બાદ 40 ફૂટના એક બાજુના રોડ પર અંદાજે 10 ફૂટ જેટલી પહોળી અને રોડ લેવલથી ઉંચી ફૂટપાથ બનાવી દેવામાં આવતા આખો મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો છે. જેના કારણે રોડ સાંકળો બન્યો છે અને લોકોને ત્યાંથી અવરજવરમાં પણ ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે.

શહેરમાં એક તરફ રોડ સાંકળા થવાની ફરિયાદ વધી રહી છે અને જેના કારણે રાહદારીઓને પણ પસાર થવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. જ્યાં મણિનગર અને કાંકરીયા બ્રિજ તરફ્થી આવતા ભારે ટ્રાફ્કિને કારણે સવાર-સાંજ વાહનોની લાંબી કતારો લાગે છે. તેમજ રોડ અને ફૂટપાથ વચ્ચેના લેવલ તફવતને કારણે રોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે. અન્ય વિસ્તારોમાં ગટર લાઈન બાદ રોડ વ્યવસ્થિત કરાયા છે, પરંતુ અહીં માત્ર ફૂટપાથ બનાવીને સંતોષ મનાયો છે. જેના કારણે પણ લોકોની અગવડતા વધી છે અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સી.જી રોડ મોડેલને અપનાવવામાં આવ્યું અને લોકોની હાડમારી વધી

આ પ્રકારનું 'સી.જી. રોડ મોડેલ' જે લગભગ નિષ્ફ્ળ ગયું છે, તેને અન્ય વિસ્તારોમાં પણ પરાણે થોપવામાં આવી રહ્યું હોય તેવું જણાય છે. 40 ફૂટના રોડ પર ફૂટપાથનો કબ્જો થઈ જવાના કારણે રોડ સાંકડા થતા ગ્રાહકોને વાહન પાર્ક કરવામાં તકલીફ્ પડે છે, જેની સીધી અસર સ્થાનિક વેપાર પર પડી રહી છે. અગાઉ સી.જી. રોડ પર પણ પાર્કિંગ અને ફૂટપાથના નામે રોડ સાંકડા કરવાની ભૂલ થઈ હતી, જેનો વિરોધ આજે પણ યથાવત છે.

રોડ પહોળા ન થાય તો ફૂટપાથ સાંકડા કરો : સ્થાનિકો

આ રોડ પર માત્ર પીક અવર્સમાં જ નહીં પણ સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિકનું ભારણ હોય છે. જો રોડ પહોળા ન કરી શકાય તો કમસેકમ ફૂટપાથના નામે તેને સાંકડા તો ન કરવા જોઈએ. કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે ફૂટપાથનું કદ ઘટાડી રોડ પહોળો કરવામાં આવે જેથી ટ્રાફ્કિની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાય. લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને ફૂટપાથ બનાવવામાં આવી ત્યારે હવે તેના પર હવે ગાડીઓ ફરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: