જેતલપુર : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેલાલના સિંગરવા-1 સેન્ટર દ્વારા પ્રાથમિક શાળા સિંગરવા-1 ખાતે હેન્ડહેલ્ડ એક્સ-રે કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં કુલ 128 લાભાર્થીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. સાથે તમામ લાભાર્થીઓની બ્લડ પ્રેશર (BP) અને ડાયાબિટીસની તપાસ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય કુંજનસિંહ ચૌહાણ તથા દસક્રોઈ તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ પટેલના હસ્તે ટીબીના દર્દીઓને પોષણયુક્ત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પને સફ્ળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેલાલના મેડિકલ ઓફ્સિર, આયુષ મેડિકલ ઓફ્સિર, મેલ સુપરવાઇઝર, આરોગ્ય કર્મચારીઓ, CHO તથા સિંગરવા ગામની આશા કાર્યકર બહેનોએ નોંધપાત્ર કામગીરી કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: