વિરમગામ અમદાવાદ હાઈવે માર્ગ પર સોકલી ગામ પાસે શનિવારે મધ્યાહન સમય આસપાસ એક બંધ બોડીની સામાન લઈને જતી ટ્રકના ટાયરમાં ઓચિંતા આગ ભભૂકી હતી. આ અંગે ટ્રક ચાલકને જાણ થતા તુરત જ વાહનને થોભાવી દીધુ હતુ.અન્ય લોકો દોડી આવ્યા હતા. આગ બુઝાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને વિરમગામ પાલિકા ફયર ટીમને જાણ કરાઈ હતી. ટીમે તાબડતોબ પહોંચીને ટ્રકમાં લાગેલ આગ પર કાબુ મેળવી બુઝાવી દીધી હતી. ટ્રકમાં સામાન મૂકવાના ખાસ પ્લાસ્ટિકના કેરેટ ભરેલા હતા.જે ટ્રક છારોડીથી વીઠલાપુર જીઆઇડીસી તરફ્ જઈ રહ્યાનું જાણવા મળ્યુ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: