વિરમગામ તાલુકામાં નળ સરોવર પોલીસ મથક વિસ્તારના વાસણ ગામના સ્મશાન પાસે આવેલા તળાવની પાળ પર ગામના ત્રણ મહિલા બુટલેગર દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમ ધમતી હોવાની બાતમી આધારે જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે દરોડો પાડીને કુલ રૂ. 1,37,250 કિંમતનો દેશી દારૂ અને તેનો વોશ તથા ભઠ્ઠીઓ ઝડપી હતી.દરોડા દરમ્યાન પોલીસ હાથ કોઈ ઝડપાયા નહતા.જેથી પોલીસે દેશી દારૂ નો વેપલો ચલાવતા વાસણ ગામના મહિલા બુટલેગર સવિતાબેન કમાભાઈ ઠાકોર,શકરીબેન બચુજી ઠાકોર અને નાનીબેન શિવાજી ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા.વાસણ ગામ માં મસ મોટો દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની જાણ જિલ્લા ગ્રામ્ય પોલીસને મળી પણ સ્થાનિક નળસરોવર વિસ્તારની પોલીસને કેમ ન હતી પ્રશ્ન ઉદભવ્યો હતો. જિલ્લા ગ્રામ્ય એલસીબીએ આપેલ માહિતી મુજબ દેશી દારૂ ગાળવાનો વોશ 4650 લીટર કુલ રૂ.16,250 કિંમતનો, દેશી દારૂ 105 લીટર રૂ. 21,000 કિંમતનો મળી કુલ રૂ. 1,37,250 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Banaskantha News: મુંબઈની રૂ.3.60 કરોડની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, માસ્ટરમાઇન્ડની પાલનપુર હાઈવેથી ધરપકડ









