વિરમગામ : વિરમગામ શહેરમાંથી માંડલ તરફ્ જવાના હાઈવે માર્ગ પર શેઠ એમ જે હાઇસ્કૂલ,લાયન્સ આંખની હોસ્પિટલ સામે તંત્ર દ્વારા ગટર અથવા અન્ય કામથી તાજેતરમાં રસ્તો ખોદાણ કરવામાં આવ્યો હતો. બાદમાં રસ્તા પર માત્ર માટી વાળી દેવામાં આવી હતી. જે રાત દિવસ વાહનોથી ધમધમતા રસ્તા જગ્યા પર વાહનો ચાલવાથી માટી દબાઈ જવાથી ખાડો પડી ગયો છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. સ્કૂટર, કાર સહિત વાહનો અને રિક્ષા ચાલકોને જોખમી ખાડાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો