વિરમગામ : વિરમગામમાં ગુરુવારે મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતુ અને મેઘરાજાની સવારી આવી પહોંચતા વરસાદ થયો હતો.પરંતુ મેઘરાજા મન મુકીને વરસ્યા ન હતા.માત્ર પાંચ મીમી વરસાદ થયો હતો.જેથી વાતાવરણમાં ભારે બફરો ઉકળાટ પ્રસરી ગયો હતો.બીજી તરફ્ તાલુકા સેવા સદન કચેરી પાસે વીજ ટી સી સ્થળ પર કોઈ ફેલ્ટ સર્જાતા લાઈટ વેરણ થઈ હતી. શહેરના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા અને લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરંભાતા લોકોની ઊંઘ માં ખલેલ પડતા પરેશાન થયા હતા.વીજ પુરવઠો લાંબા સમય સુધી ખોરવાતા લોકોએ વીજ તંત્રની ફ્રિયાદ કચેરી સહિત જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર પર ફેન જોડયા હતા પરંતુ ફેન રિસીવ કરવામાં નહિ આવતા હોવાના આક્ષેપ થવા પામ્યા છે અને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.લોકોએ સ્થાનિક યુજીવીસીએલ તંત્રના ધાંધિયા અંગે સોશિયલ મીડિયા પર ભારે નારાજગી દર્શાવી હતી.શનિવારે આકાશ વરસાદી વાતાવરણથી ગોરંભાયેલું રહ્યું હતુ.ત્યારે મધ્યાહન સમય બાદમાં શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા વરસ્યા હતા તો અડધો કિમી દુર તાલુકા સેવા સદન કચેરી વિસ્તાર તરફ્ વરસાદ ન હતો.જોકે આકાશમાં વરસાદી વાતાવરણ ગોરંભાયેલું રહ્યું હતુ જેથી વરસાદ થવાની આશા લોકોએ સેવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો