નેત્રામલી : અમદાવાદ સ્થિત CBSE અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ (ત્રાગડ)માં અભ્યાસ કરતી અને જાદર નિવાસી ચિ. જેલીના વિક્રાંતકુમાર લીંબચીયાએ તરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી ઈડર 42 લીંબચિયા સમાજ તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની 200 મીટર તરણ સ્પર્ધામાં જેલીનાએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ અદ્દભુત સિદ્ધિના આધારે તેની આગામી નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ઈડર 42 લીંબચિયા સમાજના શ્રોષ્ઠીઓ, પરિવારજનો, શાળા પરિવાર અને સ્નેહીજનો દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નેશનલ લેવલની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજયી બને તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો